મોરબી : તારીખ 7 ફેબ્રુઆરી ને શુક્રવારે મકનસર ગામે વરીયા પ્રજાપતિ જ્ઞાતિના ચંપાબેન મનસુખભાઈ ધરોડીયા ( પલાસવાળા )નું અવસાન થતાં તેમની અંતિમ યાત્રામાં કાઢવામાં આવી હતી. એમાં સ્વર્ગસ્થ ચંપાબેનની ત્રણ દીકરીઓએ માતાને કાંધ આપીને સમાજને નવો રાહ ચીંધ્યો છે. માતાને ત્રણેય દીકરીઓ જયશ્રીબેન હર્ષદભાઈ વામજા, દક્ષાબેન કિરીટભાઈ નારણીયા અને વર્ષાબેન પંકજભાઈ વામજાએ કાંધ આપી અંતિમ યાત્રામાં જોડાવવાનું પવિત્ર ફળ પ્રાપ્ત કરી સમાજમાં એક દીકરી માટે પોતાના માતા પિતાની સેવા માટે એક અનેરું ઉદાહરણ આપી ધન્યતા અનુભવી હતી.