મોરબી : દીકરાની લ્હાયમાં ભ્રુણ હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે મોરબી પ્રભુકૃપા રેસિડેન્સીમાં રહેતા પાંચોટીયા પરિવારે દીકરો દત્તક લેવાને બદલે પોતાના કૌટુંબિક ભાઈની દીકરીને દત્તક લઈને દીકરી વ્હાલનો દરિયો સૂત્રને સાર્થક કર્યું હતું.મોરબીના મહેન્દ્રનગરમાં સોમનાથ સોસાયટીમાં રહેતા જયેશભાઈ પાંચોટીયા અને પ્રભુકૃપામાં રહેતા હરદીપભાઈ શાંતિભાઈ પાંચોટીયા બન્ને કૌટુંબિક ભાઈઓ થાય છે. હરદીપભાઈ પાંચોટીયાના ઘરે બે દીકરીઓ હતી અને ગત વર્ષે ત્રીજી દીકરીનો જન્મ થયો હતો. આ સમયે જયેશભાઈ પાંચોટીયા અને તેમના પત્ની અલ્પાબેન પાંચોટીયાએ હરદીપભાઈની નાની દીકરીને દત્તક લેવાનું વિચાર્યું અને નિયમ મુજબ દસ્તાવેજી કરણ કરીને દીકરી એક મહિનાની હતી ત્યારે દત્તક લીધી. આજે આ દીકરી શ્રી એક વર્ષની થતાં સગા-સબંધીની હાજરીમાં રામધન આશ્રમ ખાતે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરીને શ્રીનો જન્મદિવસ ઉજવ્યો અને માતાજીના આશીર્વાદ લીધા. સામાન્ય રીતે લોકો દીકરાને દત્તક લેતાં હોય છે પરંતુ પાંચોટીયા પરિવારે દીકરીને દત્તક લઈને સમાજને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.