રિચા અશ્વિનભાઈ ભટાસણાને ધો.૧૦માં ૯૯.૪૮ PR, ૯૫.૦૫% સાથે ઉત્તિર્ણ ટંકારા : ટંકારા સ્થિત તથાસ્તુ સ્પિનિંગ અને સર્વસ્તુના સુપ્રિમો અશ્વિનભાઈ ભટાસણાની દીકરી રિચા ભટાસણાએ જાત મહેનત કરીને ધો.10માં 99.48 પી.આર. સાથે 95.05 % પ્રાપ્ત કર્યા છે. રિચાએ સાયન્સમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત થયા છે અને ગણીતમાં 96 ગુણ અને સંસ્કૃતમાં 99 માર્ક પ્રાપ્ત કરી ભટાસણા પરીવારનું ગૌરવ વધાર્યું છે. તેણીએ આગળ ઉચ્ચ અભ્યાસ થકી ડોકટર બનવા માટે તૈયારી આદરી છે.