મોરબી : આજની પશ્ચિમ સંસ્કૃતિ પાછળ દોડને અપનાવાને બદલે ભારતીય સંસ્કૃતિ મુજબ અન્યના આનંદમાં પોતાનો આનંદ મેળવવાનું એ કંઈક મોરબીના ડો. માનસીબેન સોરિયાએ સાર્થક કર્યુ છે. મોરબીના ઉદ્યોગપતિ બાબુભાઈ સોરિયા અને ભાવનાબેન સોરિયાના પુત્રવધૂ ડો. માનસીબેન સોરિયાએ પોતાના જન્મદિવસની ઉજવણી તેમના પતિ નિર્મલકુમાર સોરિયા સાથે પ્રજ્ઞાચક્ષુ પુર્નવસવાટ કેન્દ્ર, લક્ષ્મીનગર ખાતે જઈ કરી હતી. જ્યાં તેઓએ પોતાના હાથેથી પ્રેમથી દિવ્યાંગોજનોને ઢોસા પીરસી જમાડ્યા હતા. આ પરોપકારી અને પ્રેરણાદાયક કાર્ય બદલ દાદા મગનભાઈ મારવણીયા, પિતા ડો. નિલેશ મારવણીયા, માતા હર્ષિદાબેન મારવણીયા, વેવાય નરશીભાઈ અઘારા, ભાવનાબેન અઘારાએ ડો. માનસીબેનને જન્મદિવસના આર્શિવાદ અને શુભેચ્છા પાઠવી હતી.