હળવદ : હળવદ ટેનિસ ક્રિકેટ ઈતિહાસમાં યુવા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 23 માર્ચથી હળવદમાં હળવદ પ્રિમિયર લીગનો પ્રારંભ થશે.સમસ્ત હળવદ યુવા ગ્રુપ દ્વારા હળવદ પ્રિમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફક્ત હળવદ તાલુકાના ખેલાડીઓની 10 ટીમ જ ભાગ લઈ શકશે. આ ટુર્નામેન્ટમાં ખેલાડી માટે અલગ પેવેલિયન, ફેમિલી માટે અલગ પેવેલિયન, ક્રિકેટ પ્રેમી જનતા માટે અલગ પેવેલિયન, લાઈવ રનિંગ કોમેન્ટરી, લાઈવ સ્કોર ડિસ્પ્લે, મોબાઈલ સ્કોર લાઈવ એપ્લિકેશન, ટાવર સિસ્ટમ લાઈટિંગ, 10 ટીમો માટે અલગ અલગ ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યા છે.