રમેશભઈ ઓઝાની ઉપસ્થિતિમાં 1000 થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે, તમામ ભૂદેવોને આ કાર્યક્રમમાં જોડાવા હાકલ મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ-મોરબી દ્વારા આગામી તારીખ 18 સપ્ટેમ્બરને રવિવારના રોજ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં આ સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. 18 સપ્ટેમ્બર ને રવિવારના રોજ બપોરે 2 કલાકે થી 7 કલાક સુધી મોરબીના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આ સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. જેમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અન્ય મહાનુભાવો પણ હાજરી આપશે. સરસ્વતી સન્માન સમારોહમાં સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવશે. આ વર્ષે રેકોર્ડ બ્રેક 1000 થી વધુ વિદ્યાર્થીઓના પરિણામ એકત્રિત કરવામાં આવ્યા છે અને તમામ 1000 થી વધુ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શિક્ષણ સમિતિ સમસ્ત બ્રહ્મ સમાજ-મોરબી અને સમસ્ત બ્રહ્મ સમાજ મોરબીના પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને મહામંત્રી અમુલભાઈ જોષીએ મોરબીમાં વસતા તમામ ભૂદેવોને આમંત્રણ પાઠવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..