મોરબીની જુદી-જુદી આઠ સોસાયટીઓ દસ્તાવેજ મુદ્દે લડતની ઉગ્ર બનાવશે મોરબી:મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી જુદી-જુદી આઠ સોસાયટીના લોકોનો ૩૮ વર્ષ જુના દસ્તાવેજ પ્રશ્ને વિશાળ રેલી યોજ્યા બાદ હવે લડતને વધુ જલદ બનવવા મિટિંગ યોજાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠે લાલબાગ પાછળ આવેલ આઠ સોસાયટી ના દસ્તાવેજ માટેની લડત લડી રહેલા દસ્તાવેજ અધિકાર મંચ ની છેલ્લા બે દિવસ થી અરૂણોદય નગર ,રિલીફ નગર અને ન્યુ રિલીફ નગર એમ દરરોજ અલગ અલગ સોસાયટી માં જઇ લોકો સાથે સંવાદ કરી અને લડત તેજ બને તે માટે ની મિટિંગ રાખવામાં આવેલ હતી. વધુમાં જ્યાં સુધી દસ્તાવેજ ની માંગ પુરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને જો વહેલી તકે અમારી માંગણી નહીં સંતોસાય તો જલદ કાર્યક્રમો કરવામાં આવનાર હોવાનું દસ્તાવેજ અધિકાર મંચ દ્વારા જણાવ્યું હતું. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='11215,11216,11218']