ટંકારા : ટંકારામાં મચ્છો માતાજીના મંદિર ખાતે તાલુકાના દશનામ સાધુ સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. સ્નેહમિલન સમારોહ પહેલા ઝાપે આવેલા કુબેરનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ટંકારામાં પ્રથમ વખત દશનામ ગોસ્વામી સમાજનું તાલુકા કક્ષાનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં પ્રમુખ મુકેશગીરી ગોસ્વામી, ઉપપ્રમુખ ધર્મેન્દ્રપુરી ગોસ્વામી તથા સમસ્ત ટંકારા દશનામ સમાજના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં મોરબી રાજકોટ તથા અન્ય જગ્યાએથી દશનામ સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.