મોરબી : મોરબી તાલુકાનાં જુના બિલીયા ગામે સમગ્ર મોડપરીયા ભટ્ટ પરિવારના સુરાપુરા દાદાની જગ્યાએ રાજુભાઈ જે. ભટ્ટ, વાસુદેવભાઈ ભટ્ટ, દિનેશભાઈ ભટ્ટ, રમેશભાઈ ભટ્ટ, ચંદ્રેશભાઈ ભટ્ટ, દિનેશભાઈ ડી. ભટ્ટ, જીતુભાઈ ભટ્ટ, લલીતભાઈ ભટ્ટ અને શાસ્ત્રી હર્ષદિપ એલ. ભટ્ટ, બળવંતભાઈ વી.ભટ્ટ વગેરે દ્વારા ધાર્મિક સ્થળ ખાતે સુવિધાઓ વધારવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી અને હાલમાં ત્યાં પાકો આરસીસી હોલ બનાવવા માટેનું કામ પણ આપી દેવામાં આવ્યું છે. તેવામાં તાજેતરમાં તા. 22 ને રવિવારે જપયજ્ઞના નિમિત્તે દશાંશ હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દશાંશ હવનમાં મોરબી તાલુકા ઉપરાંત બહાર રહેવા માટે ગયેલા ભટ્ટ પરિવારના લોકો આવ્યા હતા અને ત્યારે હવનમાં યજમાન તરીકે વનાળીયા (શારદાનગર) નિવાસી દિનેશભાઈ છોટાલાલ ભટ્ટ અને તેમના પત્ની જયશ્રીબેન દિનેશભાઈ ભટ્ટ સાતક તરીકે બેઠા હતા અને ધાર્મિક વિધિ કરી હતી. ત્યારબાદ સહુ કોઈએ સાથે પ્રસાદ લીધો હતો. આ ધાર્મિક સ્થળ ઉપર હરિયાળું વન બને તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગ રૂપે ભટ્ટ પરિવારના લોકોને સ્વજનોની સ્મૃતિમાં કે પછી જન્મ દિવસ નિમિતે ત્યાં વૃક્ષા રોપણ કરવાનાનું છે તેના માટે આર્થિક સહયોગ આપી રહ્યા છે અને વૃક્ષારોપણમાં જે કોઈએ તેનું નામ લખાવવું હોય તેઓ રાજુભાઈ જે.ભટ્ટ (મો.નં. 9824239097) અથવા ચંદ્રેશભાઈ ભટ્ટ (મો.નં. 6351207618) ને ફોન કરીને વૃક્ષ લખાવવા જણાવાયું છે. એક વૃક્ષના જતન માટે 1 હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સ્થળ ઉપર ભવિષ્યમાં કુળદેવી હિંગળાજ માતાજી, બહુચર માતાજીની સ્થાપના કરવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી.