હળવદ-ધ્રાંગધ્રા સગર સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાહળવદ : હળવદ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી સૂર્યવંશી ક્ષત્રીય સગર યુવક મંડળ ઝાલાવાડ દ્વારા તા. 31 જાન્યુઆરી ને શુક્રવારના રોજ શ્રી દાસારામ બાપાની 386મી જન્મ જયંતી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે હળવદ અને ધ્રાંગધ્રા સમાજના શ્રેષ્ઠીઓ અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. શ્રી દાસારામ બાપાના જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે તા. 31 જાન્યુઆરી ને શુક્રવારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે 8:30 કલાકે જન્મજયંતી મહોત્સવ અને બપોરે 11:30 કલાકે મહપ્રસાદ સહિતના કાર્યક્રમો વૈજનાથ મહાદેવ મંદિર, ખાતે યોજાયા હતા. કાર્યક્રમમાં હળવદ, ધાંગધ્રા સગર સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો ભાઈઓ-બહેનો-યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકમના અંતે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને વ્યસન મુક્ત બને તેવું આહવાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સૂર્યવંશી ક્ષત્રિય સગર સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.