મોરબી : કોરોના વાયરસના પગલે લાગુ પાડવામાં આવેલ લોકડાઉનના નિયમોનું પાલન કરીને મોરબી સ્થિત વૈષ્ણવાચાર્ય મહાપ્રભુજીના બેઠકમાં સેવાક્રમ ભીતર કરવામાં આવતો હતો. તેમજ વૈષ્ણવો માટે દર્શન ખોલવામાં આવતા નહતા. હવે જયારે અનલોકમાં સરકાર દ્વારા મંદિરો ખોલવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ મહાપ્રભુજીના બેઠકમાં દર્શન આગામી તા. 22ને સોમવારથી ખુલશે. જેના અનુસંધાને સવારે 7-30 કલાકે જાગ્યાના દર્શન, 8 કલાકે મંગળાના દર્શન, 10 કલાકે શૃંગારના દર્શન તથા 11 કલાકે રાજભોગના દર્શન થશે. બપોરે 12 થી 4-30 કલાક સુધી અનૌસરનો સમય રહેશે. બાદમાં 4-30 કલાકે ઉત્થાપનના દર્શન તથા 6-30 કલાકે શયનના દર્શન થશે. તેમજ દર્શન માટે આવનાર વૈષ્ણવોએ સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. તેમ બેઠકજીના ટ્રસ્ટએ યાદીમાં જણાવ્યું છે.