હળવદ સહીત દેશભરમાં કોરોના જેવી મહામારી સામે લડતા તમામ યોદ્ધાઓની કામગીરીને બિરદાવતી શોર્ટ ફિલ્મ બનાવતા મૂળ હળવદના કલાકાર દર્શન ઠાકર : વિવિધ કચેરીઓની ઉમદા કામગીરીને રસપ્રદ રીતે વર્ણવી હળવદ : વૈશ્વિક મહામારી કોરોનાને રોકવા આખા દેશમાં ત્રીજીવખત લોકડાઉન જાહેર થયા ત્યારે આ લોકડાઉનને સફળ બનવવા અને લોકોની મદદ માટે સતત તત્પર રહેતા હળવદના પોલીસ જવાનો, આરોગ્ય સ્ટાફ, સફાઈ કર્મીઓ, મામલતદાર કચેરી, પત્રકારો, રાજકીય અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાઓ અને અન્ય લોકો મારફત દિવસ-રાત અને પોતાના પરિવારની પરવાહ કર્યા વગર પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ કોરોનાના યોધ્ધાઓને બિરદાવવા અને તેઓના ઉત્સાહને વધારવા માટે મૂળ હળવદના અને હાલ અમદાવાદમાં રેહતા કલાકાર કે જે નાટક, ટીવી સીરીયલ અને ફિલ્મ જગત સાથે છેલ્લા ૭ થી ૮ વર્ષથી કાર્યરત છે એવા અને લોકડાઉન પેહલા થોડા દિવસો પહેલા જ હળવદ આવેલા દર્શન ઠાકર અને તેમની ટીમ દ્વારા એક શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. આ શોર્ટ ફિલ્મને સોસિયલ મીડિયા પર ખૂબ જ જોવાઇ રહી છે અને તેની ચોમેર પ્રશંસા પણ ખૂબ થઈ રહી છે. લોકડાઉનમાં કાર્ય કરનાર યોદ્ધાઓને સલામ સાથે આભાર અને પોતાના વતનના નાગરિકોને જાણકારી મળે એવા ઉમદા હેતુથી આ શોર્ટ ફિલ્મ બનાવાઈ હોવાનું જાણીતા કલાકાર દર્શન ઠાકરે જણાવ્યું હતું. https://youtu.be/tZ6aIE1E8HA