મોરબી : મોરબીમાં પારેખ શેરી ખાતે આયોજિત ગણેશ મહોત્સવમાં શનિવારે બરફના શિવલિંગના દર્શન કરાવવામાં આવશે. તેમજ દુંદાળા દેવને અન્નકૂટનો ભોગ પણ ચડવાશે. મોરબીમાં દરબારગઢ મેઇન રોડ પર ઉષા પાનની બાજુમાં પારેખ શેરી ખાતે સ્વસ્તિક ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં આગામી 18 તારીખે શનિવારે બપોરે 12:30 કલાકે અન્નકૂટ ભોગના તેમજ બરફના શિવલિંગના દર્શન રાખેલ છે. તો મોરબીની ધર્મપ્રેમી જનતાને આ દર્શનનો લાભ લેવા આયોજકોએ આમંત્રણ પાઠવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..