મોરબી : આવતીકાલ તારીખ 5 ઓગસ્ટ ને સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલની બાજુમાં આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે આદિ યોગી દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 5 ઓગસ્ટ ને સોમવારે સત્યેશ્વર મહાદેવ મંદિરે આદિ યોગીના દર્શન યોજાશે. આ ઉપરાંત સાંજે 7 કલાકે મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઆરતી શ્રાવણ માસના દર સોમવારે યોજાશે. તો સર્વે શિવ ભક્તોને દર્શન અને મહાઆરતીનો લાભ લેવા જણાવાયું છે.