મોરબી : એક તરફ સરકાર ઉર્જા બચાવવાના સંદેશા આપે છે, ત્યારે બીજી તરફ મોરબી મહાનગરપાલિકા કચેરીમાં જ ઉર્જાનો વેડફાટ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા કચેરીના પાછળના ભાગે આવેલી કચેરીઓ પર આજે ધોળા દિવસે લાઈટો ચાલુ જોવા મળી હતી.તંત્રની બેદરકારી કે અંધેર વહીવટ?ચોંકાવનારી વાત એ છે કે, જે તંત્ર પાસે શહેરની વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે, તે જ તંત્રના નાકની નીચે ધોળા દિવસે વીજળીનો સરેઆમ બગાડ થઈ રહ્યો છે. કચેરીના પાછળના ભાગે આવેલી બિલ્ડિંગ પર લગાવવામાં આવેલી લાઈટો બપોરના સમયે પણ ઝળહળી રહી હતી. આ દ્રશ્યો જોઈને જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.કોણ ભરશે આ બિલ?મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો આ બિનજરૂરી ખર્ચ આખરે તો જનતાના પરસેવાની કમાણીમાંથી જ ચૂકવવામાં આવે છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું અધિકારીઓ કે કર્મચારીઓને આ ચાલુ લાઈટો દેખાતી નથી? કે પછી સરકારી નાણાનો આવો વેડફાટ કરવો એ પાલિકાની પરંપરા બની ગઈ છે? હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ તંત્ર જાગશે કે પછી આવી જ રીતે ધોળા દિવસે લાઈટો ચાલુ રાખીને વીજ બિલના ધુમાડા કરવાનું ચાલુ રાખશે.#MorbiUpdate #MorbiNagarpalika #ElectricityWaste #MorbiNews #EnergyConservation #AdminNegligence #MorbiCorporation