રાત્રિના સમયે વોકિંગ કરતા લોકો અને વાહનચાલકોને ભારે હાલાકી: તંત્રની બેદરકારીથી અકસ્માતનો ભયમોરબી : મોરબીમાં તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાવડી ચોકડીથી વાવડી ગામને જોડતા મુખ્ય માર્ગ પરની તમામ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. જેના કારણે રાત્રિના સમયે સમગ્ર માર્ગ પર સંપૂર્ણ અંધારપટ છવાઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ વિસ્તાર ખુદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના વોર્ડમાં આવે છે, છતાં અહીં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વાવડી ચોકડીથી વાવડી ગામ તરફ જતા રસ્તા પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો ચાલુ જ કરવામાં આવી નથી. આ માર્ગ પર દરરોજ રાત્રે મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે નીકળતા હોય છે. સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ઘોર અંધારામાં પસાર થવું પડે છે, જેનાથી અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પોતાના જ વિસ્તારમાં જો પ્રાથમિક સુવિધાની આવી પરિસ્થિતિ હોય તો અન્ય વિસ્તારોમાં શું સ્થિતિ હશે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ મામલે સત્વરે ધ્યાન આપીને વહેલી તકે આ માર્ગ પર સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #VavdiRoad #StreetLightIssue #MorbiMunicipalCorporation #MorbiNews #PublicIssue