મોરબી : ચૈત્ર સુદ બીજને તારીખ 25 માર્ચના રોજ રઘુવંશી સમાજના ઇષ્ટદેવ દરિયાલાલ પ્રભુનો પ્રાગટય દિવસ છે. આ દિવસે દર વર્ષની માફક વરુણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં મુખ્ય યજમાન પદે બેસવા ઇચ્છુક ભાવિકો માટે તારીખ 13 માર્ચ શુક્રવારે સવારે 09:30થી 10:00 કલાક દરમ્યાન દરિયાલાલ મંદિર ખાતે જાહેર ઉછવણી રાખવામાં આવી છે. તો ઇચ્છુક ભાવિકોને ઉક્ત સ્થળે ઉપસ્થિત રહેવા શ્રી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા જાહેર વિજ્ઞપ્તિ કરાઈ છે.