મોરબી : મોરબીમાં નવા બસ સ્ટેન્ડની સામે આવેલા શનાળા- રવાપર રોડ ઉપર માણેક એપાર્ટમેન્ટની બાજુમાં રોડ ઉઓર વચ્ચોવચ ભૂગર્ભ ગટરની કુંડીનું ઢાકણું તૂટી ગયું છે. જો કે સ્થાનિકોએ કોઈ અકસ્માત ન સર્જાઈ તે માટે આ ગટર ઉપર થોડી આડસ મૂકી લાકડી રાખી દીધી છે. શહેરમાં અનેક જગ્યાએ આ રીતે જોખમી ઢાંકણા વગરની કુંડીઓ છે. મહાપાલિકા આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ છે.