મોરબી : મોરબીમાં સ્કાય મોલ પાસે રોડને અડીને વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઈન છે. તેમાં એક પથ્થર તૂટીને નિચે પડી ગયો હોવાથી અહી મસ મોટો ખાડો પડી ગયો છે. અહીં ગમે ત્યારે દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે મહાપાલિકા દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.