મોરબી : સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે રોડની વચ્ચોવચ મસમોટો ખાડો પડી ગયો હોય જે વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે આથી આ ખાડો બુરવા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે ઉમિયા સર્કલ પાસે રોડની વચ્ચોવચ મોટો ખાડો પડી ગયો છે. આ ખાડો અકસ્માત સર્જે તે પૂર્વે બુરવાની ખાસ જરૂર છે. ખાડા નજીક અકસ્માત ના થાય તે માટે ચેતવણી રૂપે પતરાનું બોર્ડ લગાવાયું છે. ત્યારે વહેલી તકે આ ખાડો પુરવા અંતમાં માંગ કરી છે.