કુંડીમાંથી પાણી નીકળતું હોય, પાણી ભરાવાને કારણે ખુલ્લી કુંડી દેખાતી નથી : દરરોજ અવારનવાર અકસ્માત સર્જાતા હોવા છતાં મહાપાલિકા દ્વારા કાર્યવાહી ન થતી હોવાની રાવમોરબી : મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે ભૂગર્ભ ગટરની ખુલ્લી જોખમી કુંડી કોઈનો ભોગ લ્યે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે એક બાઇક તેમાં ખાબકયું હોવાનું પણ સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે શિવાલીક પ્લાઝા પાસે એકાદ વર્ષ પૂર્વે ભૂગર્ભ ગટરનું કામ કરવા ટિમ આવી હતી. રીપેરીંગ બાદ કુંડીનું ઢાકણું તેને ફિટ કર્યું ન હતું. જેને કારણે ઢાંકણું ચોરાઈ ગયું હતું. ત્યારથી આ કુંડી ખુલ્લી હાલતમાં છે. હાલ આ કુંડીમાંથી પાણી ઉભરાતું હોય, પાણીના કારણે કોઈને ખુલ્લી કુંડી દેખાતી નથી. જેને લીધે દરરોજ અહીં ટુ-વ્હીલર ખાબકે છે. ઉપરાંત કાર પણ અહીં ફસાઈ જાય છે. આ મામલે તંત્રને અનેકવાર રજુઆત કરી પણ કોઈ પરિણામ મળ્યું નથી. હવે આ કુંડી કોઈનો જીવ લ્યે તે પહેલાં મહાનગરપાલિકા કાર્યવાહી કરે તેવી માંગ છે.