મોરબી : મોરબીના શનાળા બાયપાસ પર એક લાઈટનો થાંભલો હાલ અત્યંત જોખમી હાલતમાં જોવા મળી રહ્યો છે. આ લાઈટનો થાંભલો પોતાના પાયામાંથી છૂટો પડી ગયો હોવાથી તે એક તરફ નમી ગયો છે.આ થાંભલો જોખમી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું નથી. હાલ પવનની ગતિમાં થોડો વધારો થાય તો પણ આ ભારેખમ લાઈટનો થાંભલો ગમે ત્યારે નીચે પડી શકે તેમ છે. આ રસ્તા પર સતત વાહનોની અવરજવર રહેતી હોય છે, ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? તેવો પ્રશ્ન ઉઠી રહ્યા છે. સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે આ જોખમી થાંભલાને દૂર કરવામાં આવે અથવા તેનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.#Morbi #SanalaBypass #MorbiUpdate #Danger #PublicSafety #Gujarat