વરસાદને કારણે કચરાના ગંજમાં પાણી પડતા બેસુમાર ગંદકી ફેલાઇ તંત્ર વ્હેલાસર પગલાં ભરે તેવી સ્થાનિકોની માંગ મોરબી : મોરબીના ઔધોગિક વિસ્તાર ગણાતા લાતીપ્લોટ-1 માં આવેલા હોસ્પિટલ ઝોન વિસ્તારમાં જન આરોગ્ય માટે જોખમકારક ભયંકર ગંદકીની સમસ્યા સર્જાય છે. જેમાં લાંબા સમયથી કચરાના ગંજ ખડકાયેલા હોય હાલ વરસાદમાં સ્થિતિ એકદમ બદતર બની ગઈ છે. જેમાં કચરાના ગંજ ઉપર વરસાદના પાણી પડતા બેસુમાર ગંદકી ફેલાય રહી છે. આથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઇ રહી છે. મોરબીનો લાતીપ્લોટ વિસ્તાર ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓ માટે ઝંખી રહ્યો છે. રોડ, પાણી, લાઈટ, ભુર્ગભ અને સફાઈના પ્રશ્ને આ વિસ્તારની લાંબા સમયથી કપરી હાલત છે. તેવામાં વરસાદથી આ વિસ્તારની હાલત બદતર થઈ ગઈ છે. જેમાં મોરબીના લાતીપ્લોટ-1 નંબરમાં અનેક હોસ્પિટલો આવેલી હોવાથી આ વિસ્તાર હોસ્પિટલ ઝોન વિસ્તાર તરીકે ઓળખાય છે. ત્યારે આ હોસ્પિટલ ઝોન વિસ્તારમાં લાંબા સમયથી કચરાના ગંજનો પથારો છે. આથી સ્થાનિક વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે હવે વરસાદ પડતાં કચરાના ગંજમાં ગંદકીની સમસ્યા વકરી રહી છે. કચરાના ગંજની આજુબાજુમાં પાણી ભરાયા છે. જેથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે.આથી રોગચાળો વકરે એ પહેલાં તંત્ર આ બાબતે નક્કર કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..