નગરપાલિકાને અનેક રજુઆત કરવા છતાં ઉડાવ જવાબ આપતા સ્થાનિકોમાં રોષમોરબી : મોરબીની ત્રાજપર ચોકડી પાસે રોડ ઉપર ખુલ્લી ભુર્ગભ કુંડી જોખમી બની ગઈ છે. આ ખુલ્લી ભુર્ગભ કુંડીમાં અનેક વાહનો ફસાઈ જાય છે. તેથી વાહન ચાલકો ઉપર જીવનું જોખમ સર્જાયું છે.મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડીના મેઈન રોડ ઉપર ભૂગર્ભની કુંડી એકદમ ખુલ્લી છે. આ મેઈન રોડ ઉપર આવેલી ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી વાહન ચાલકો માટે મોતના કુંડા સમાન બની જાય તેવી સ્થિતિ છે. જો કે આ ખુલ્લી ગટરની કુંડી ઉપર ટાયરની આડશ મૂકી છે. પણ આ આડશ કાચી હોવાથી અનેક વાહનો ખુલ્લી ગટરની કુંડીમાં ફસાય જાય છે. મેઈન રોડ હોવાથી પુષ્કળ વાહનો પસાર થાય છે. ત્યારે આ કુંડી જોખમી બની ગઈ છે. જો કે સ્થાનિકોએ તંત્રને અનેક રજુઆત કરી પણ તંત્ર ઉડાવ જવાબ આપતા સ્થાનીકોમાં રોષ વ્યાપી ગયો છે.