મોરબી: મોરબી તાલુકાના નવાગામ થી અદેપર જતા રોડની બંને બાજુએ ઠેર ઠેર પીજીવીસીએલના વીજ થાંભલા મૂકવામાં આવ્યા હોવાથી વાહનચાલકોને આ થાંભલાના કારણે અકસ્માત થવાનો ભય ઉભો થયો છે. ત્યારે આ થાંભલા દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. નવાગામ થી અદેપર જતા ડામર રોડ પર રસ્તાની બંને બાજુએ પીજીવીસીએલ દ્વારા વીજ થાંભલા પાથરવામાં આવ્યા છે. આ થાંભલા હજુ ઉભા કરવામાં ન આવ્યા હોવાથી અને રસ્તાની બંને બાજુએ પડ્યા હોવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ચોમાસા દરમિયાન રોડ રસ્તા પર પાણી હોય તેવા સમયે આ વિસ્તારમાં આ થાંભલાને લીધે અકસ્માત સર્જાય તો જવાબદારી કોની ? તેવું વાહનચાલકો જણાવી રહ્યા છે. જેથી તંત્ર દ્વારા આ વીજ થાંભલા દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં આવે એવી લોક માંગણી ઉઠી છે. આ અંગે અદેપર ગામના સરપંચ અને ગ્રામજનોએ પણ રજૂઆત કરી છે.