મોરબી : મોરબીમાં હાઇવે પર અનેક જગ્યાએ બિસ્માર રસ્તા અને ખાડાના કારણે અકસ્માતો થતા રહે છે. ત્યારે મોરબીના દલવાડી સર્કલ પાસે હાઇવે પર મસમોટો ખાડો પડી ગયો છે. જેના કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય ઉભો થયો છે.મહત્વનું છે કે, દલવાડી સર્કલ પાસે હાઇવે પર પાણીની લાઈન તૂટી ગઈ હોવાથી ખાડામાં પાણી ભરાયેલું રહે છે. અવાર-નવાર લાઈન રિપેર કરવા છતાં ત્યાં લાઈન તૂટવાના કારણે ખાડામાં પાણી ભરાયેલું રહે છે અને દરરોજ 20 જેટલા વાહનચાલકો આ ખાડામાં પડે છે. જેના કારણે નાની મોટી ઇજાઓ પણ થાય છે. ત્યારે વાહન ચાલકોને આ ખાડાના કારણે અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે. વાહન ચાલકો માગ કરી રહ્યા છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. જો આ ખાડો રિપેર કરી પાણીની લાઈનનું સમારકામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કરવાની પણ ફરજ પડશે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે.