વીજ લાઈન ચાલુ હોવાથી દુર્ઘટના સર્જાવાની ભીતિ: તંત્ર દ્વારા વહેલી તકે રીપેરીંગ કરવામાં આવે તેવી લોકમાંગમોરબી અપડેટ : મોરબીની વાવડી ચોકડી પાસે મોતેશ્વર મહાદેવના મંદિર નજીક વાવડી જવાના રસ્તે થોડા દિવસ પહેલા જ નવા વીજ થાંભલા નાખવામાં આવ્યા હતા. આ નવા નાખવામાં આવેલા વીજ થાંભલાઓ પૈકી એક થાંભલો હાલ અચાનક નમી ગયો છે.ચિંતાની બાબત એ છે કે આ નમેલા થાંભલા પર વીજ લાઈન ચાલુ હાલતમાં છે. આ માર્ગ પરથી સતત વાહનો અને રાહદારીઓની અવરજવર હોવાથી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા આ નમેલા વીજ થાંભલાનું તાત્કાલિક ધોરણે રીપેર કરવા આવે તેવી માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #VavdiChowkdi #ElectricPole #PGVCL #SafetyHazard #MorbiNews #GujaratNews