ટંકારા મામલતદારને ગ્રામજનો દ્વારા લેખિત રજુઆત કરી ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા લોકોના આરોગ્યને જોખમ ઉભુ થયું હોય ત્રણ વર્ષથી અવાર નવાર ગ્રામ પંચાયતમાં રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતા અંતે ગ્રામજનોએ મામલતદાર ટંકારાને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા રજૂઆત કરી હતી. ટંકારા તાલુકાના બંગાવડી ગામ ખાતે આવેલા વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જતુ હોય જેના પરિણામે દુર્ગંધ મારતું પાણી લોકોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. નળ વાટે ગટરના ગંદા પાણી વિતરણ અંગે અવાર નવાર ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય આવતા બંગાવડી ગ્રામજનોએ લેખિતમાં ટંકારા મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..