મોરબી : મોરબી શહેરમાં અનેક જગ્યાએ ગટરની કુંડીઓના ઢાંકણા તૂટેલી હાલતમાં છે. તો ઘણી જગ્યાએ ગટર ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે. જેમાં ઘણી વખત વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ પણ બને છે. ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલા રંગોલી ખમણ સામે રોડ પરની ગટરની જાળી તૂટેલી હાલતમાં છે. ગટર પર રહેલી લોખંડની જાળી તૂટેલી હાલતમાં હોય અકસ્માતનો ભય ઉભો થયો છે. આ રોડ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો અને રાહદારીઓ પસાર થાય છે. ત્યારે જો આ તૂટેલી જાળીમાં કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન પણ લોકોમાં ઉઠી રહ્યો છે. તેથી તાત્કાલિક ધોરણે આ જાળી નવી નાખવામાં આવે અથવા સમારકામ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.