ગુરુની આજ્ઞા અને સાધુ-સંતોએ સમજાવતા હવે તેઓ મોરબીથી દ્વારકા સુધીની પદયાત્રા કરશેએક વર્ષ પહેલા બનાસકાંઠાના થરા ખાતે સમસ્ત ભરવાડ સમાજના વિવિધ કાર્યક્રમો નિર્વિઘ્ને પાર પડે તે માટે આ કઠિન માનતા માની હતીમોરબી : ઈશ્વરીય શ્રદ્ધામાં અનોખી તાકાત છે, લોકો કઠિન કાર્ય પૂર્ણ કરવા કઠોર માનતા લેતા હોય છે ત્યારે હળવદ તાલુકાના માથક ગામના સેવાના ભેખધારી મહાત્માએ દીકરીઓના સમૂહ લગ્ન રંગેચંગે પૂર્ણ થાય તે માટે માથકથી મોરબી અને મોરબીથી દ્વારકા સુધી પદયાત્રા કરવાની આકરી ટેક લીધી હતી અને સમાજ સેવા માટેનું ભગીરથ કાર્ય પૂર્ણ થતાં વયોવૃદ્ધ બાપુએ માથકથી મોરબી સુધીની દંડવત યાત્રા પૂર્ણ કરી છે, જો કે, ગુરુ આજ્ઞાથી બાપુ હવે મોરબીથી દ્વારકા સુધી પદયાત્રા કરી માનતા પૂર્ણ કરશે.હળવદના માથક ગામે આવેલ ભરવાડ સમાજના સુરાપુરા રાણાબાપુની જગ્યામાં બિરાજતા રતનપુરી કેદારપુરી બાપુએ આજથી એક વર્ષ પહેલાં બનાસકાંઠાના થરા ગામે ભરવાડ સમાજની ગુરુ ગાદીની જગ્યામાં ત્રણ હજાર એક દીકરીઓના સમૂહલગ્ન, ઘનશ્યામબાપુનો ભંડારો સહિતના મોટાપાયે યોજાયેલા સામાજિક ધાર્મિક કાર્યકમો શાંતિ અને નિર્વિઘ્ને સંપન્ન થાય એ માટે મનોમન માથકથી દંડવત પ્રણામ કરતા કરતા દ્વારકાધીશના દર્શને જવાની કઠિન માનતા પૂર્ણ બાપુએ માથકથી દ્વારકા સુધી દંડવત પ્રાણમ કરતા કરતા દ્વારકા જવા નીકળી મોરબી પહોંચ્યા છે.માથકની જગ્યાએથી રતનગિરી બાપુએ ગામના ભરવાડ સમાજના લોકોને સાથે રાખીને દ્વારકા સુધી દંડવત પ્રણામ કરતા કરતા આજે મોરબી પહોંચ્યા હતા. આ વયોવૃદ્ધ બાપુની આ રીતે કઠિન યાત્રા કરીને દ્રારકાધીશના દર્શને જવામાં ભારે શ્રધ્ધા છે. તેઓએ કહ્યું હતું કે મેં એવી રીતે ટેક લીધી હતી કે, માથકથી દ્રારકા દંડવત પ્રણામ કરતા કરતા જવા માટે જ્યાં સુધી શરીર સાથે આપશે ત્યાં સુધી આ કઠિન માનતા પુરી કરીશ. આથી માથકથી દંડવત કરતા કરતા 15 દિવસે મોરબી પહોંચ્યા છે અને તેમની અડગ શ્રદ્ધાને કારણે વયોવૃદ્ધ હોવા છતાં શરીરને કોઈ જાતનો થાક લાગ્યો હતો.જો કે, મોરબીથી પણ આ રીતે જ દ્રારકા જવાની એમની તમન્ના છે. પણ તેમના ગુરુએ હવે મોરબી સુધી જ આ યાત્રા કરવાની આજ્ઞા આપી હોય અને સંતો મહંતોએ પણ સમજાવતા તેમણે આ કઠિન યાત્રા મોરબી સુધી પુરી કરીને હવે મોરબીથી દ્વારકા પગપાળા યાત્રા કરશે અને અત્યાર સુધીની મોટી માનતા ઉતારવા જવામાં તેમના ગામના ભરવાડ સમાજના લોકોએ તેમની સેવામાં જોડાયા અને દરેક જગ્યાએ સમાજના લોકો પૂરતી સેવા અને તમામ જાતની વ્યવસ્થા કરતા હોય તેમણે સમાજના આટલા બધા સાથ સહકારથી રાજીપો વ્યક્ત કરી આ સેવાભાવનાને કારણે કોઇપણ જાતની તકલીફ ન પડી હોવાનું જણાવ્યું હતું.