જી.ડબ્લ્યુ.આઈ.એલ. કંપનીની બેદરકારીને કારણે ખેતરોમાંથી પાણીનો નિકાલ બંધ પાણી ભરાતા પાકને થયેલા નુક્શાનનું વળતર ચુકવવાની માંગ મોરબી : મોરબીના ચકમપર ગામે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકશાની થઈ હોવાની ફરિયાદ ઉઠી છે. જી.ડબ્લ્યુ.આઈ.એલ. કંપની દ્વારા પાઇપલાઈનનું આડેધડ કામ કરવામાં આવતા ખેડૂતોના ખેતરોમાંથી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે અને ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકશાન થયું હોવાની રાવ સાથે ગામના સરપંચ પરસોતમભાઈ ગાંડુભાઈએ જી.ડબ્લ્યુ.આઈ.એલ. કંપનીને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું હતું કે, ચકમપર ગામે જી.ડબ્લ્યુ.આઈ.એલ. દ્વારા પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. જે પાઇપલાઇન નાખવામાં આવી છે તે પાઇપો ઉપર હોવાને લીધે ખેડૂતોના સીમના માર્ગ ઉપર હાલ પાણીનો નિકાલ થઈ શકતો નથી અને આ પાઇપલાઇનને કારણે ખેડૂતોના ખેતરમાંથી પાણીનો નિકાલ બંધ થતાં ખેતરોમાં પાણી ભરાયા છે. જેથી, પાકને નુકશાની થઈ છે અને ખેડૂતો હાલમાં ચોમાસુ પાક લઈ શકતા નથી. આથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..