પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવાની ઊર્જા મંત્રીને રજુઆત મોરબી : મોરબીના બગથળા-કાંતિપૂરમાં વારંવાર પાવર કાપથી આસપાસના ઉધોગોને ભારે આર્થિક નુકશાની વેઠવી પડે છે. આથી જાગૃત સંસ્થાએ બગથળા-કાંતિપૂરમાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવાની ઊર્જા મંત્રીને રજુઆત કરી છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ ઊર્જામંત્રીને રજુઆત કરી છે કે, મોરબી જિલ્લામાં ટંકારા ડિવિઝન હેઠળ બગથળા-કાંતિપૂર ફીડર આવેલ છે. આ ફીડરમાં ઘણી નાની-નાની ફેક્ટરીઓ આવેલ છે. હાલમાં આ ફીડરમાં વારંવાર પાવર કાપ આવે છે. અવારનવાર લાઈટ જતી રહે છે. જેના કારણે આ નાની-નાની ફેક્ટરી માલિકોને પોતાનું ઉત્પાદન લેવામાં ખુબ જ તકલિફ પડે છે અને તેઓને પાવર કાપના કારણે મોટું નુકસાન જાય છે. તેથી આ ફીડરમાં વારંવાર લાઈટ જાવાના બનાવો બંધ થાય તેવું આયોજન કરવા લાગત વિભાગને આદેશ કરીને આ ફીડરમાં નિયમિત પાવર આવતો રહે તેવી કાર્યવાહી કરવાની માંગ કરી છે. નહિતર આ ફેક્ટરી ધારકોને પોતાનો બિઝનેસ બંધ કરવાની નોબત આવશે તેવી ભીતિ વ્યક્ત કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..