આ કેમિકલયુક્ત અને ગંદા પાણીથી પાક નિષ્ફળ ગયાનો ખેડૂતનો આક્ષેપ, જીપીસીબીમાં પણ ફરિયાદ મોરબી : મોરનીમાં હરિપર કેરાળા રોડ ઉપર ઉદ્યોગો દ્વારા છોડાતા કેમિકલથી પાકને નુકસાની થતી હોવાની ખેડૂતે રાવ કરી છે. તેઓએ આ મામલે જીપીસીબીને પણ રજુઆત કરી હોય જ્યાંથી માત્ર તપાસનો મુદ્દો આગળ ધરી દેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. મોરબી તાલુકાના જુના સાદુળકાના સર્વે નં. જુના 147 પૈકી 6માં ખેતર ધરાવતા જીજ્ઞેશભાઈ ભાલોડીયાએ જણાવ્યું કે હરિપર કેરાળા રોડ ઉપર જે ઉદ્યોગો આવેલા છે. તેઓ કેમિકલયુક્ત અને ગંદા પાણીનો નિકાલ કરે છે. જે પાણી ખેતરમાં ફરી વળતા હોય પાક નિષ્ફળ ગયો છે. આ મામલે ઉદ્યોગકારોને જાણ કરી તેઓને સમજાવ્યા હતા પણ તેઓ છતાં પાણી છોડી રહ્યા છે. વધુમાં જીજ્ઞેશભાઈએ જણાવ્યું કે વરસાદી પાણીના નિકાલને બહાને તેઓ કેમિકલવાળા પાણીનો નિકાલ કરી રહ્યા છે. આ મામલે જીપીસીબીને પણ ફરિયાદ કરવામાં આવી છે. પણ તેઓએ માત્ર તપાસ કરીશું તેઓ અસંતોષકારક જવાબ આપ્યો છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.