ખેડૂત દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરી ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવવા રજુઆત માળીયા (મી.) : માળીયા તાલુકાના વેણાસર ગામે ખેડૂતના ખેતરની બાજુમાં ગેરકાયદેસર રીતે મીઠાના ઢગલા કરાતા હોવાથી જમીનમાં ખારાશ પ્રસરી જતા ખેડૂતે ગેરકાયદેસર ધંધા બંધ કરાવવા કલેકટરને રજુઆત કરી છે. માળીયા તાલુકામાં વેણાસર ગામના ખેડૂત ધનજીભાઈ પોલાભાઈએ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી જણાવ્યું છે. તેમના ખેતરની આજુબાજુમાં મીઠાના ગેરકાયદેસર ઢગલા કરાતા હોવાથી જમીનમાં ખારાસ આવી જતા પોતે ખેતી કરી શકતા નથી અને ખેતર પડતર રહે છે. આ સંજોગોમાં પોતાના ખેતરની આજુબાજુમાં થતી મીઠા સંગ્રહની ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવવા રજુઆત કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..