મચ્છુ-3માં પણ પાણીની આવકને કારણે 8 દરવાજા ખોલાયા મોરબી : મોરબી પંથકમાં મેઘરાજાની કૃપાથી ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. હવે આખુ વર્ષ ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. તેવામાં મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં હાલ સુધી પાણીની આવક યથાવત હોય પાંચેય દરવાજા ખુલ્લા જ રાખવામાં આવ્યા છે. મચ્છુ-2 ડેમમાં રાત્રે 10 વાગ્યાની સ્થિતએ 6467 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેને પગલે પાંચેય દરવાજા 2 ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ મચ્છુ-3 ડેમમાં પણ 6900 ક્યુસેક પાણીની આવક ચાલુ હોય 8 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. જેમાં 7 દરવાજા એક ફૂટ અને 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે.