મોરબી અપડેટ : મોરબી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લાના સિંચાઈ ડેમોમાં નવા નીરની જંગી આવક થઈ રહી છે. સિંચાઈ વિભાગ દ્વારા તારીખ 01-08-2026 ના રોજ સાંજે 6 વાગ્યા સુધીની તમામ ડેમની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. * મચ્છુ-2 ડેમ: ડેમ 100 ટકા ભરાયો છે. ડેમમાં 89606 ક્યુસેક પાણીની આવક સામે 14 દરવાજા 10 ફૂટ ખોલીને 89606 ક્યુસેક પાણી (સૌની યોજનામાં 580 અને નદીમાં 89026 ક્યુસેક) છોડવામાં આવી રહ્યું છે.- મચ્છુ-3 ડેમ: ડેમ 67.85 ટકા ભરાયો છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને પગલે 108810 ક્યુસેક આવક સામે 13 દરવાજા 10 ફૂટ ખોલીને 108810 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.* બ્રાહ્મણી-1 ડેમ: ડેમ 100 ટકા ભરાયો છે અને 3441 ક્યુસેક આવક સામે 3441 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે.* ઘોડાધ્રોઇ ડેમ: ડેમ 96.88 ટકા ભરાયો છે. 4788 ક્યુસેક આવક સામે 2 દરવાજા 2 ફૂટ ખોલીને 4788 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.* બ્રાહ્મણી-2 ડેમ: ડેમ 57.32 ટકા ભરાયો છે. 10472 ક્યુસેક આવક સામે 4 દરવાજા ખોલીને 10472 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે.* ડેમી-3 ડેમ: ડેમમાં 5895 ક્યુસેક પાણીની આવક સામે 5895 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે. ડેમના તમામ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે.અન્ય ડેમોમાં માત્ર પાણીની આવક (જાવક શૂન્ય)* બંગાવડી ડેમ: 44.59 ટકા ભરાયો છે, 6974.77 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.* મચ્છુ-1 ડેમ: 36.61 ટકા ભરાયો છે, 4322.2 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.* ડેમી-2 ડેમ: 27.36 ટકા ભરાયો છે, 2697 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.* ડેમી-1 ડેમ: 8.97 ટકા ભરાયો છે, 1545.84 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.#Morbi #MorbiUpdate #MachhuDam #GujaratRain #DamLevel #Monsoon2026 #HeavyRain #FloodControl #MorbiDams