વરસાદી માહોલના કારણે અનેક ડેમોમાં નવા નિરની આવક નોંધાઈમોરબી : મોરબી જીલ્લામાં વરસાદી વાતાવરણને કારણે અનેક ડેમોમાં નવા નિરની આવક થઈ છે. બીજી તરફ મચ્છુ-2 અને મચ્છુ-3નો એક-એક દરવાજો હજુ ખુલ્લો રાખવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદ નોંધાયો નથી.આજ સવારની સ્થિતિએ મચ્છુ-1 ડેમ 100 ટકા ભરાયો છે અને 0.015 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાયો છે. ડેમનો 1 દરવાજો 0.3 મીટર ખોલવામાં આવ્યો છે. મચ્છુ-3 ડેમ 92.72 ટકા ભરાયો છે. ડેમનો 1 દરવાજો 0.3 મીટર ખોલવામાં આવ્યો છે. ડેમી-1 ડેમ 74.26 ટકા ભરાયો છે. ડેમી-2 ડેમ 100 ટકા ભરાયો છે. ડેમી-3 ડેમ 3.02 ટકા ભરાયો છે. બ્રાહ્મણી-1 ડેમ 97.19 ટકા ભરાયો છે. બ્રાહ્મણી -2 ડેમ 52.41 ટકા ભરાયો છે. ઘોડાધ્રોઈ ડેમ 89.89 ટકા ભરાયો છે. બંગાવડી ડેમ 73.40 ટકા ભરાયો છે.