છેલ્લા 24 કલાકમાં ડેમોના કેચમેન્ટ એરિયામાં બે ઈંચ સુધી વરસાદ પડ્યો મોરબી : મોરબી જીલ્લાના તમામ ડેમોમાં નવા નિરની આવક થઈ છે. જેને કારણે મચ્છુ-1, ડેમી-2, ઘોડાધ્રોઇ, બ્રાહ્મણી અને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થયા છે.ડેમના કેચમેન્ટ એરિયા તથા ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે જિલ્લાના મોટાભાગના ડેમોમાં પાણીની સપાટી વધી છે. આજ સવારની સ્થિતિએ મચ્છુ-1 ડેમ 100 ટકા ભરાયો છે અને 0.06 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 8 મિમી વરસાદ પડ્યો છે. મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાયો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 11 મિમી વરસાદ પડ્યો છે. ડેમના 2 દરવાજા 0.75 મીટર ખોલવામાં આવ્યા છે.મચ્છુ-3 ડેમ 85.11 ટકા ભરાયો છે. ડેમના 2 દરવાજા 0.75 મીટર ખોલવામાં આવ્યા છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 20 મિમી વરસાદ પડ્યો છે. ડેમી-1 ડેમ 53.73 ટકા ભરાયો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 5 મિમી વરસાદ પડ્યો છે. ડેમી-2 ડેમ 100 ટકા ભરાયો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 18 મિમી વરસાદ પડ્યો છે. ડેમનો એક દરવાજો 0.3 મીટર ખોલવામાં આવ્યો છે. ડેમી-3 ડેમ 3.54 ટકા ભરાયો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 25 મિમી વરસાદ પડ્યો છે.બ્રાહ્મણી-1 ડેમ 100 ટકા ભરાયો છે. ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 20 મિમી વરસાદ પડ્યો છે. ડેમ 0.03 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. બ્રાહ્મણી -2 ડેમ 57.32 ટકા ભરાયો છે. ડેમનો 1 દરવાજો 0.3 મીટર ખોલવામાં આવ્યો છે. ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 50 મિમી વરસાદ પડ્યો છે. જ્યારે ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાયો છે. ડેમનો 1 દરવાજો 0.15 મીટર ખોલાયો છે. ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 30 મિમી વરસાદ પડ્યો છે. બંગાવડી ડેમ 65.63 ટકા ભરાયો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં કોઈ વરસાદ નોંધાયો નથી.