મોરબી : મોરબી તેમજ ટંકારા તાલુકાના સહકારી ક્ષેત્રના ભિષ્મપિતામહ ગણાતા વાઘજીભાઈ બોડાના પુત્ર દલસુખભાઈ બોડાની ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા નાફેડના વાઈસ ચેરમેન તરીકે નિમણુક થતા સહકારી ક્ષેત્રમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દલસુખભાઈ બોડા મોરબી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના બિનહરીફ પ્રમુખ, રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેન્કના ડિરેકટર, તેમજ રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર નો વર્તમાન સમયમાં હોદો ધરાવે છે.આજ રોજ નાફેડના વાઈસ ચેરમેન દલસુખભાઈ બોડાની બિનહરીફ વરણી થતા સહકારી ક્ષેત્રમાં ખુશી જોવા મળી હતી તે બદલ મોરબી જીલ્લાની તમામ સહકારી મંડળીઓએ શુભેચ્છાઓ તેમજ ઉચાઈના શિખરો સર કરતા રહે તેવા અભિનંદન પાઠવ્યા હતા.