સામૈયા, મહાપ્રસાદ અને રાત્રે ડાકની રમઝટનું ભવ્ય આયોજન: યુટ્યુબ પર લાઈવ પ્રસારણ કરાશેમોરબી : મોરબી તાલુકાના હજનાળી ગામે આવેલા સામાકાંઠાવાળી મેલડી માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે સામાકાંઠાવાળી મેલડી મંડળ દ્વારા ભવ્ય 'ડાકની રમઝટ' નું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમની રૂપરેખાઆ ધાર્મિક મહોત્સવ આગામી તારીખ 19/07/2026 ને રવિવારના રોજ યોજાશે. સામૈયા: તારીખ 19/07/2026, રવિવાર સાંજે 4:00 કલાકેમહાપ્રસાદ: તારીખ 19/07/2026, રવિવાર સાંજે 5:00 કલાકેભવ્ય ડાકની રમઝટ: તારીખ 19/07/2026, રવિવાર રાત્રે 9:00 કલાકેઆ રાત્રિ મહોત્સવમાં જાણીતા ડાક કલાકાર ભરતભાઈ કુંઢીયા પોતાની આગવી શૈલીમાં ડાકની રમઝટ બોલાવશે અને માતાજીના ગુણગાન ગાશે. સામાકાંઠાવાળી મેલડી મંડળ દ્વારા તમામ માઈભક્તોને આ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા હાર્દિક આમંત્રણ અપાયું છે. #Morbi #MorbiUpdate #Hajnali #MeldiMaaTemple #DakNiRamzat #MorbiNews #LiveEvent #ReligiousNews