મોરબી : મોરબીમાં ઇંડાની લારીએ નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે ઝઘડો થયા બાદ શોભેશ્વર રોડ ઉપર ચાની હોટેલે સમાધાન કરી ચા પાણી પીતા સમયે ઝઘડો ફરી વકરતા પાંચ શખ્સોએ હુમલો કરી છરી વડે યુવાનને ઇજા પહોંચાડી જાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બૌદ્ધનગરમા રહેતા અને માર્કેટિંગનો ધંધો કરતા ગૌતમભાઈ મુળજીભાઈ સોલંકી નામનો યુવાન તેમના મિત્રો સાથે ઇંડાની લારીએ નાસ્તો કરવા જતા ગૌતમભાઈના મિત્ર એવા આરોપી ધવલ દીપકભાઈ પરમારને આરોપી ધ્રુવ દામજીભાઈ મકવાણા સાથે ઝઘડો થતા બન્ને છુટા પાડી બાદમાં તમામ મિત્રો શોભેશ્વર રોડ ઉપર ચાની હોટલે સમાધાનના ચા પાણી પીવા ગયા હતા જ્યાં આરોપી ધવલ પરમારે ફોન કરી ઇરફાન મુસ્લિમ, રોહિત ઉર્ફે ટકો પ્રજાપતિ અને એક અજાણ્યા માણસને બોલાવી ફરી ઝઘડો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરીને ગૌતમભાઈને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી પાછળ દોડી બન્ને પગમાં છરી મારી દેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.