રોડ ઉપરબઆડેધડ પાર્કિંગના કારણે માત્ર 1 વાહન પસાર થઈ શકે તેટલી જ જગ્યા બચતા વારંવાર સર્જાય છે ટ્રાફિક જામમોરબી : મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર આવેલી ગોલા બજારમાં દરરોજ સાંજે અને રાત્રે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આડેધડ વાહન પાર્કિંગના કારણે વાહનચાલકો દરરોજ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ટ્રાફિક જામનું મુખ્ય કારણ માત્ર વાહનોનું ગેરકાયદેસર પાર્કિંગ જ નથી, પરંતુ ગોલાવાળાઓ દ્વારા દુકાનની સામેની બાજુએ ગ્રાહકો માટે કરવામાં આવતી બેઠક વ્યવસ્થા પણ છે.આ વ્યવસ્થાના કારણે રસ્તા પર એટલી જ જગ્યા બચે છે કે જેમાંથી માત્ર 1 જ વાહન પસાર થઈ શકે. પરિણામે, જ્યારે સામસામે વાહનો આવી જાય છે ત્યારે રસ્તો બ્લોક થઈ જાય છે અને ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થાય છે. રાત્રિના સમયે ગોલા બજારમાં ટ્રાફિક જામ થવો એ હવે દરરોજની સમસ્યા બની ગઈ છે. વારંવાર સર્જાતા આ ટ્રાફિક જામથી વાહનચાલકો અને સ્થાનિકો કંટાળી ગયા છે. આ દૈનિક સમસ્યાના નિવારણ માટે હવે લોકો દ્વારા ટ્રાફિક પોલીસ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ કરવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #TrafficJam #MahendraDriveRoad #GolaBazar #TrafficPoliceMorbi #GujaratNews #MorbiNews