સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો: બિનલોહ ધાતુઓમાં વૃદ્ધિ: કપાસ, મેન્થા તેલ નરમ: કોટન, સીપીઓમાં સુધારો: પ્રથમ સત્રમાં રૂ.૧૦,૦૬૬ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૫૫,૫૪૭ સોદામાં રૂ.૧૦,૦૬૬.૮૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓમાં વૃદ્ધિ રહી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધી આવ્યા હતા. ક્રૂડ તેલમાં ૬,૪૧,૧૦૦ બેરલ્સના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નોમિનલ સુધારો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસ અને મેન્થા તેલ ઘટવા સામે કોટન અને સીપીઓ સુધર્યા હતા. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૧૪૫૪ સોદાઓમાં રૂ.૫૩૮૩.૮૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૩૧૯ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૩૫૮ અને નીચામાં રૂ.૫૦૧૦૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૨ ઘટીને રૂ.૫૦૧૭૮ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦૦ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૧૭૧ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૦૦૬ થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૧૬ ઘટીને બંધમાં રૂ.૪૯૯૪૭ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૭૯૬૧ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૯૯૯ અને નીચામાં રૂ.૬૭૩૬૪ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૪૧ ઘટીને રૂ.૬૭૬૨૬ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૬૦૭ ઘટીને રૂ.૬૭૫૮૭ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૬૧૧ ઘટીને રૂ.૬૭૫૭૨ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૩૨૯૦૩ સોદાઓમાં રૂ.૧૩૫૫.૦૩ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૫૫૬ ખૂલી, ઊપરમાં રૂ.૩૫૬૬ અને નીચામાં રૂ.૩૫૨૯ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨ વધીને રૂ.૩૫૪૯ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૪૦૪૧ સોદાઓમાં કુલ રૂ.૫૧૮.૭૯ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ડિસેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૨૦૬૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૬૮૦ અને નીચામાં રૂ.૨૦૫૦૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૦ વધીને રૂ.૨૦૫૧૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૩૨.૯ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૯.૩ વધીને બંધમાં રૂ.૯૩૬.૫ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૯૧.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૦૭.૫ અને નીચામાં રૂ.૯૮૨ રહી, અંતે રૂ.૯૮૮.૬ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૧૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૧૯.૫ અને નીચામાં રૂ.૧૨૦૫.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે ૫૦.૦૦ પૈસા ઘટીને રૂ.૧૨૦૮ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૯૭૪૧ સોદાઓમાં કુલ રૂ.૨૬૪૫.૩૯ કરોડ ની કીમતનાં ૫૨૬૯.૫૨૪ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૧૭૧૩ સોદાઓમાં કુલ રૂ.૨૭૩૮.૪૮ કરોડ ની કીમતનાં ૪૦૪.૮૨૧ ટન, ક્રૂડ તેલમાં ૩૨૫૪ સોદાઓમાં રૂ.૨૨૭.૯૯ કરોડનાં ૬૪૧૧૦૦ બેરલ્સ, કોટનમાં ૫૪૭ સોદાઓમાં રૂ.૪૧.૦૩ કરોડનાં ૧૯૮૨૫ ગાંસડી, સીપીઓમાં ૩૩૭૮ સોદાઓમાં રૂ.૪૬૬.૯૭ કરોડનાં ૪૯૯૪૦ ટન, મેન્થા તેલમાં ૮૪ સોદાઓમાં રૂ.૯.૯૦ કરોડનાં ૯૯.૩૬ ટન, કપાસમાં ૩૨ સોદાઓમાં રૂ.૮૯.૬૫ લાખનાં ૧૪૮ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૫૦૬૦.૮૩૮ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૮૨.૬૮૮ ટન, ક્રૂડ તેલમાં ૧૩૯૧ બેરલ્સ, કોટનમાં ૯૯૨૭૫ ગાંસડી, સીપીઓમાં ૯૭૯૯૦ ટન, મેન્થા તેલમાં ૧૪૪.૭૨ ટન અને કપાસમાં ૬૨૦ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૯૯૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૯૮.૫ અને નીચામાં રૂ.૯૦૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૩૦.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૩૯ ખૂલી, ઊપરમાં રૂ.૩૯૫ અને નીચામાં રૂ.૩૩૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૭૮.૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૫૦ અને નીચામાં રૂ.૨૬૬૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮૦૭.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૩૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૪૭૦ અને નીચામાં રૂ.૨૩૭૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪૦૨ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૬૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૫.૯ અને નીચામાં રૂ.૧૬૩.૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૦.૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૫૭.૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૮ અને નીચામાં રૂ.૧૪૬.૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૪ બંધ રહ્યો હતો.