સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ : ક્રૂડ તેલમાં વૃદ્ધિ: સીપીઓ, મેન્થા તેલ, રબરમાં તેજીનો માહોલ: પ્રથમ સત્રમાં રૂ.૧૬૯૯૦ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨૦૭૯૫૧ સોદામાં રૂ.૧૬૯૯૦.૫૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૧ ઘટ્યો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૬૨૯ ઊછળ્યો હતો. બિનલોહ ધાતુઓ તથા એનર્જીમાં ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં સાર્વત્રિક વૃદ્ધિ વાયદાના ભાવમાં હતી. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં ૬૦,૦૫૦ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૨,૮૬,૬૨૫ ગાંસડીના સ્તરે પહોંચ્યો હતો. કોટનના વાયદામાં ગાંસડીદીઠ રૂ.૩૯૦નો ઉછાળો રહ્યો હતો. સીપીઓ, મેન્થા તેલ, કપાસ અને રબરમાં પણ તેજીનો માહોલ હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૮૦૨૫ સોદાઓમાં રૂ.૮૦૧૦.૭૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬૪૪૩ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૬૫૫ અને નીચામાં રૂ.૪૬૩૨૭ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૧ ઘટીને રૂ.૪૬૪૧૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૩ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૨૭૫ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૬૩૬ થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૮૫ ઘટીને બંધમાં રૂ.૪૬૨૮૪ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૦૧૨૬ ખૂલી, ઊપરમાં રૂ.૭૦૫૩૭ અને નીચામાં રૂ.૬૯૬૩૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૨૯ વધીને રૂ.૭૦૧૭૨ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૫૩૭ વધીને રૂ.૭૦૨૬૨ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૬૦૦ વધીને રૂ.૭૦૩૨૫ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૪૮૮૮ સોદાઓમાં રૂ.૨૭૪૩.૩૭ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૫૯૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૩૫ અને નીચામાં રૂ.૪૫૭૬ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૨ વધીને રૂ.૪૬૦૦ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૪૨૯૫ સોદાઓમાં કુલ રૂ.૬૫૧.૫૪ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ફેબ્રુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૮૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૧૦૦ અને નીચામાં રૂ.૨૧૮૪૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૯૦ વધીને રૂ.૨૨૦૯૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૦૭૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૮.૯ વધીને બંધમાં રૂ.૧૦૭૪.૨ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૯૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૫ અને નીચામાં રૂ.૯૪૫.૧ રહી, અંતે રૂ.૯૫૧.૬ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૬૬ અને નીચામાં રૂ.૧૨૫૧ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭ વધીને રૂ.૧૨૬૧ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૨૭૭૦ સોદાઓમાં કુલ રૂ.૩૩૦૯.૦૨ કરોડ ની કીમતનાં ૭૧૨૨.૧૦૨ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૯૫૨૫૫ સોદાઓમાં કુલ રૂ.૪૭૦૧.૭૬ કરોડ ની કીમતનાં ૬૬૪.૩૪૭ ટન, ક્રૂડ તેલમાં ૧૭૦૨૬ સોદાઓમાં રૂ.૧૧૨૫.૦૨ કરોડનાં ૨૪૪૧૦૦૦ બેરલ્સ, કોટનમાં ૧૩૩૪ સોદાઓમાં રૂ.૧૩૪.૧૧ કરોડનાં ૬૦૦૫૦ ગાંસડી, સીપીઓમાં ૨૭૬૪ સોદાઓમાં રૂ.૫૧૧.૬૬ કરોડનાં ૪૭૯૩૦ ટન, મેન્થા તેલમાં ૨૦ સોદાઓમાં રૂ.૨.૧૫ કરોડનાં ૨૨.૬૮ ટન, કપાસમાં ૨૩ સોદાઓમાં રૂ.૫૭.૮૬ લાખનાં ૯૨ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૯૧૧૮.૬૦૯ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૧૧.૩૯૨ ટન, ક્રૂડ તેલમાં ૬૮૧૩ બેરલ્સ, કોટનમાં ૨૮૬૬૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૧૬૭૨૦ ટન, મેન્થા તેલમાં ૫૦.૭૬ ટન અને કપાસમાં ૨૬૮ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૭ ખૂલી, ઊપરમાં રૂ.૮૮ અને નીચામાં રૂ.૬૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૦.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૦૩.૫ ખૂલી, ઊપરમાં રૂ.૬૪૮ અને નીચામાં રૂ.૫૭૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૩૦ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૪૮૬૧.૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૭૦ અને નીચામાં રૂ.૪૮૬૧.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૯૩૯.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૩૫૭ ખૂલી, ઊપરમાં રૂ.૩૬૦૮.૫ અને નીચામાં રૂ.૩૩૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૪૬૬ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૬૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૫.૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૨.૪ અને નીચામાં રૂ.૧૫૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૫.૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૩૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૮.૫ અને નીચામાં રૂ.૧૧૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૯.૩ બંધ રહ્યો હતો.