ક્રૂડ પામતેલમાં ૪૪,૯૦૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૦૪,૩૨૦ ટનના સ્તરે: ભાવમાં નરમાઈ સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ: સોનું રૂ.૧૯ સુધર્યું, ચાંદી રૂ.૨૯૨ ઘટી: કપાસ, કોટન, મેન્થા તેલ ઢીલાં: રબરમાં વૃદ્ધિ: પ્રથમ સત્રમાં રૂ.૯૨૨૫ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને કોમોડિટી ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૩૩૪૪૨ સોદામાં રૂ.૯૨૨૫.૯૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાા હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૯ સુધર્યો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૨૯૨૯ ઘટ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઘટવા સામે નેચરલ ગેસ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)ના વાયદાઓમાં ૪૪,૯૦૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૦૪,૩૨૦ ટનના સ્તરે પહોંચ્યો હતો. કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલ ઢીલાં હતાં, જ્યારે રબરમાં વૃદ્ધિ વાયદાના ભાવમાં રહી હતી. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૬૭૫૭૨ સોદાઓમાં રૂ.૩૯૪૬.૬૦ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪૯૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૦૪૭ અને નીચામાં રૂ.૪૪૮૧૭ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯ વધીને રૂ.૪૪૯૧૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૬૧૦૭ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૪૮૮ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૮ વધીને બંધમાં રૂ.૪૪૯૨૪ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૭૫૭૨ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૮૧૪ અને નીચામાં રૂ.૬૭૧૫૬ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯૨ ઘટીને રૂ.૬૭૩૭૭ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૨૮૦ ઘટીને રૂ.૬૭૪૩૪ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૨૬૯ ઘટીને રૂ.૬૭૪૩૬ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૧૧૬૧ સોદાઓમાં રૂ.૧૯૪૩.૩૯ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૭૦૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૩૦ અને નીચામાં રૂ.૪૬૬૮ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૬ ઘટીને રૂ.૪૬૭૯ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૩૮૦૯ સોદાઓમાં કુલ રૂ.૫૬૧.૯૮ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૨૦૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૧૭૦ અને નીચામાં રૂ.૨૨૦૪૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦ ઘટીને રૂ.૨૨૦૯૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૪૦ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯.૩ ઘટીને બંધમાં રૂ.૧૧૨૦.૫ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૯૫૯.૨ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૯.૨ અને નીચામાં રૂ.૯૫૮ રહી, અંતે રૂ.૯૫૮.૬ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૭૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૮૪ અને નીચામાં રૂ.૧૨૭૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨.૦૦ ઘટીને રૂ.૧૨૭૮.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૫૭૯૩ સોદાઓમાં કુલ રૂ.૨૨૭૭.૯૪ કરોડ ની કીમતનાં ૫૦૬૪.૮૮૭ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૫૧૭૭૯ સોદાઓમાં કુલ રૂ.૧૬૬૮.૬૫ કરોડ ની કીમતનાં ૨૪૭.૧૮૯ ટન, ક્રૂડ તેલમાં ૧૫૩૯૯ સોદાઓમાં રૂ.૧૦૧૧.૧૬ કરોડનાં ૨૧૫૨૪૦૦ બેરલ્સ, કોટનમાં ૫૭૭ સોદાઓમાં રૂ.૫૪.૪૩ કરોડનાં ૨૪૪૫૦ ગાંસડી, સીપીઓમાં ૩૧૧૭ સોદાઓમાં રૂ.૫૦૪.૯૩ કરોડનાં ૪૪૯૦૦ ટન, મેન્થા તેલમાં ૩ સોદાઓમાં રૂ.૩૧.૦૬ લાખનાં ૩.૨૪ ટન, કપાસમાં ૭ સોદાઓમાં રૂ.૨૩.૦૨ લાખનાં ૩૬ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૦૨૪૩.૫૪૯ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૧૦.૭૯૯ ટન, ક્રૂડ તેલમાં ૫૨૫૮ બેરલ્સ, કોટનમાં ૨૭૯૮૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૦૪૩૨૦ ટન, મેન્થા તેલમાં ૪૬.૪૪ ટન અને કપાસમાં ૧૪૮ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૮ અને નીચામાં રૂ.૪૦૯.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨૩.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭૯.૫ ખૂલી, ઊપરમાં રૂ.૫૪૮.૫ અને નીચામાં રૂ.૪૬૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૧૭ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૯૬૪.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૫૦ અને નીચામાં રૂ.૧૮૭૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૦૬.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૯.૫ અને નીચામાં રૂ.૬૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૬૧.૫ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૭૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૫૬ ખૂલી, ઊપરમાં રૂ.૭૩.૧ અને નીચામાં રૂ.૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૪.૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૭૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૭ ખૂલી, ઊપરમાં રૂ.૭૯.૮ અને નીચામાં રૂ.૪૩.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૪ બંધ રહ્યો હતો.