કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા: કપાસ, સીપીઓમાં સાર્વત્રિક તેજીનો માહોલ: મેન્થા તેલમાં ઘટાડો: પ્રથમ સત્રમાં રૂ.૧૦,૧૧૭ કરોડનું ટર્નઓવર મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૭૨,૪૬૭ સોદામાં રૂ.૧૦,૧૧૭.૬૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈનો દોર ચાલુ રહી વાયદા વધુ ઘટી આવ્યા હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૮ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૬૫ ઘટ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના વાયદાના બાવમાં સેંકડા વધ્યા હતા. કપાસ, સીપીઓમાં સાર્વત્રિક તેજીનો માહોલ હતો, જ્યારે મેન્થા તેલ ઘટી આવ્યું હતું. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૩૪૯૪ સોદાઓમાં રૂ.૫૨૭૩.૩૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯૧૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૩૧૩ અને નીચામાં રૂ.૪૮૯૩૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૮ ઘટીને રૂ.૪૯૧૪૨ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૬ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૯૪૬૮ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૯૨૯ થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૩ ઘટીને બંધમાં રૂ.૪૯૧૫૩ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૩૭૪૭ ખૂલી, ઊપરમાં રૂ.૬૩૭૪૭ અને નીચામાં રૂ.૬૨૯૩૧ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૫ ઘટીને રૂ.૬૩૪૩૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૯૩ ઘટીને રૂ.૬૩૪૩૬ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૧૧૩ ઘટીને રૂ.૬૩૪૩૭ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૭૫૧૫ સોદાઓમાં રૂ.૧૭૩૨.૫૯ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૩૭૭ ખૂલી, ઊપરમાં રૂ.૩૪૧૬ અને નીચામાં રૂ.૩૩૬૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૨ વધીને રૂ.૩૪૦૯ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૩૫૮૧ સોદાઓમાં કુલ રૂ.૪૩૨.૪૫ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ડિસેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૯૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૦૮૦ અને નીચામાં રૂ.૧૯૯૨૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૦ વધીને રૂ.૨૦૦૬૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૮૯૬.૯ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫.૪ વધીને બંધમાં રૂ.૯૦૯.૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૪૫.૧ ખૂલી, ઊપરમાં રૂ.૯૪૭.૧ અને નીચામાં રૂ.૯૪૨.૨ રહી, અંતે રૂ.૯૪૪.૩ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૭૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૮૯ અને નીચામાં રૂ.૧૧૭૦.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦.૫૦ વધીને રૂ.૧૧૮૪.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૨૧૧૧ સોદાઓમાં કુલ રૂ.૨૭૩૨.૧૭ કરોડ ની કીમતનાં ૫૫૫૯.૭૩૨ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૧૩૮૩ સોદાઓમાં કુલ રૂ.૨૫૪૧.૧૯ કરોડ ની કીમતનાં ૪૦૧.૦૪૭ ટન, ક્રૂડ તેલમાં ૪૮૨૧ સોદાઓમાં રૂ.૨૮૦.૧૭ કરોડનાં ૮૨૮૦૦૦ બેરલ્સ, કોટનમાં ૪૯૫ સોદાઓમાં રૂ.૩૯.૮૦ કરોડનાં ૧૯૮૨૫ ગાંસડી, સીપીઓમાં ૩૦૩૪ સોદાઓમાં રૂ.૩૯૦.૬૪ કરોડનાં ૪૩૫૩૦ ટન, મેન્થા તેલમાં ૧૦ સોદાઓમાં રૂ.૧.૦૨ કરોડનાં ૧૦.૮ ટન, કપાસમાં ૪૨ સોદાઓમાં રૂ.૯૮.૯૬ લાખનાં ૧૬૮ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૪૩૫૨.૨૮૮ કિલો, ચાંદીના વાયદાઓમાં ૪૭૬.૫૧૬ ટન, ક્રૂડ તેલમાં ૧૯૬૦ બેરલ્સ, કોટનમાં ૭૨૯૭૫ ગાંસડી, સીપીઓમાં ૯૮૫૩૦ ટન, મેન્થા તેલમાં ૧૨૨.૦૪ ટન અને કપાસમાં ૬૦૦ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૩૭ અને નીચામાં રૂ.૧૮૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૪૬.૫ ખૂલી, ઊપરમાં રૂ.૬૪૫ અને નીચામાં રૂ.૫૪૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૮૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૫૨૭૭.૫ ખૂલી, ઊપરમાં રૂ.૫૩૫૪ અને નીચામાં રૂ.૫૦૭૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૨૪૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૬૫૬.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૦૦ અને નીચામાં રૂ.૧૬૫૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૦૪.૫ બંધ રહ્યો હતો. તાંબાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં પુટ ઓપ્શન્સમાં રૂ.૫૮૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧ ખૂલી, ઊપરમાં રૂ.૨ અને નીચામાં રૂ.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૩૭ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૬૭ ખૂલી, ઊપરમાં રૂ.૯૩ અને નીચામાં રૂ.૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૯૨.૨ ખૂલી, ઊપરમાં રૂ.૯૮.૯ અને નીચામાં રૂ.૭૬.૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૦.૨ બંધ રહ્યો હતો.