મોરબી : હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોય મોરબી સબ જેલના બંદીવાનો ઉપવાસ કરી રહ્યા છે ત્યારે આ બંદીવાનો માટે સેવાભાવી સંસ્થા દ્વારા ફળાહાર કરાવવામાં આવ્યું હતું. મોરબી સબ જેલમાં બંધ રહેલા 45 જેટલા બંદીવાનો આખો શ્રાવણ માસ ઉપવાસ તેમજ ભજન-કીર્તન કરી ભગવાન ભોળાનાથની ભક્તિ કરી રહ્યા છે. ત્યારે આ બંદીવાનોને જેલના નિયમો પ્રમાણે અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફરાળી ચેવડો, ફ્રુટ, ફરાળી મિઠાઈનું દરરોજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલ તેમજ જેલર પી.એમ. ચાવડા અને જેલ સ્ટાફનો સહકાર મળી રહ્યો છે.