મોરબી : મોરબીમાં વૃંદાવન યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી નિમિતે રાસ - ગરબા અને દહીં હાંડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં વૃંદાવન યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી નિમિતે તા.૧૯ને શુક્રવારના રોજ રાત્રે ૯ કલાકે રાસ ગરબા અને રાત્રે ૧૨ કલાકે દહીં હાંડી મહોત્સવનું આયોજન સુભાષ ચોક,સરદાર બાગ સામે,શનાળા રોડ,મોરબી ખાતે કરવામાં આવ્યું છે.આ મહોત્સવનો આનંદ માણવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.તેમજ આ મહોત્સવના ફાળામાં આવેલી રકમ ગૌ સેવામાં વાપરવામાં આવશે.