મોરબી : મોરબીના દાદુ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઓનલાઇન સાયન્સ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દાદુ ફાઉન્ડેશન અને UrGesture દ્વારા 'A Parent Kid Duo Competition' ઓનલાઇન સાયન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઘરમાં રહેલ મટિરિયલનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓએ સાયન્સ પ્રયોગ કરી વિડીયો બનાવી સંસ્થાને મોકલવામાં આવ્યા હતા. સબમિશનમાં આવેલ બધા જ પ્રયોગો શ્રેષ્ઠ હતા. તેમાથી સંસ્થા દ્વારા પ્રજાપતિ અવનીકુમારી (સાબરકાંઠા) અને ત્રિશા જોશી (રાજકોટ)ની કૃતિને બેસ્ટ પ્રયોગ તરીકે નામ જાહેર કરવામાં આવ્યા છે. સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ રૂરલ અને અર્બન એરિયામાં સાયન્સના શિક્ષણનું મહત્વ વધારવાનો છે. સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધકોમાથી સિલેક્ટ થયેલા સ્પર્ધકને સંસ્થા દ્વારા ઓનલાઈન ફ્રી ટેકનૉલોજી કોર્ષ (ડ્રોન, 3ડી પ્રિન્ટર, રોબોટિક્સ, કોમ્યુટર કોડિંગ એરોમોડલિંગ વગેરેમાંથી કોઈ એક) કરાવવામાં આવશે અને દરેક સ્પર્ધકને કોર્ષમાં ડિસ્કાઉન્ટ તેમજ ઇ-સર્ટિફિકેટ આપવામાં આવશે. આ ઉપરાંત, રૂરલ એરિયાના બાળકો કે જે આર્થિક રીતે પછાત અને શિક્ષણથી વંચિત હોય તેવા બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. વધુ માહિતી માટે +91 79843 78128 પર કોન્ટેક્ટ કરી શકાશે. અથવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને જાણી શકાશે. https://dadufoundation.org/ - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..