યુવાન તાલીમ પૂર્ણ કરી પરત ફરતા ગામના ગૌરવને ફૂલડે વધાવી સન્માન કરાયુંહળવદ : હળવદ તાલુકાના માલણિયાદ ગામના ઠાકોર સમાજનો નવયુવાન અગ્નિવીર આર્મીની તાલીમ પૂર્ણ કરી પ્રથમ વખત પોતાના ગામ પહોંચતા પરિવારજનો તેમજ ગ્રામજનો દ્વારા યુવાનને ફૂલડે વધાવી સ્વાગત કર્યું હતું. હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા ભરતભાઈ ઠાકોરનો દીકરો વિશાલકુમાર દેશ સેવા માટે અગ્નિવીર આર્મીમાં જોડાયો છે.યુવાન તાલીમ પૂર્ણ કરી પ્રથમ વખત જ પોતાના ગામ પહોંચતા પરિવારજનો તેમજ ગ્રામજનો દ્વારા યુવાનના જુસ્સાને વધારવા માટે ફુલડે વધાવી સ્વાગત કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે વિશાલ કુમારના દાદા પણ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી ચૂક્યા છે.